રિપોર્ટ@ગુજરાત: યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ભારે ચકચાર મચી

આ બાબતે ભારે ચકચાર મચી છે.
 
ઘટના@ગુજરાત: પતિના માનસિક ત્રાસથી પત્નીની ગળે ફાંસો ખાઇ આત્મહત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. વિરમગામ શહેરમાં અક્ષરનગર રોડ પર આવેલા દેવદર્શન ફ્લેટના પાર્કિંગમાં આવેલા પતરાડના શેડના નીચે અજાણ્યા યુવકે દુપટ્ટા જેવા કપડાંથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા શહેરમાં આ બાબતે ભારે ચકચાર મચી છે.

વિરમગામ શહેરમાં દિવસ પર ધમધમતાં અક્ષર નગર રોડ પર ગુરૂવારના રોજ સમી સાંજે દેવદર્શન ફ્લેટના કોર્નર ઉપર બનાવવામાં આવેલી પાર્કિંગ શેડની એંગલ સાથે દુપટ્ટા જેવા કપડાંથી અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે બાબતે સ્થાનિકોનું ધ્યાન જતાં લોકોના ટોળે ટોળા વળ્યા હતા. વિરમગામ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી પંચનામુ કરી યુવકના મૃતદેહને વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

આશરે 25 વર્ષના મૃતક યુવકની શુક્રવાર સાંજ સુધી કોઈ ઓળખ ન થતાં મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આ બાબતે વિવિધ સીસીટીવી કેમેરા ચેક કરતાં અજાણ્યો યુવક કોઈ અગમ્ય કારણોસર જાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતો દેખાઈ રહ્યો હતો.

જેમાં ઊંચાઈ ઓછી હોવાના કારણે દિવાલ પર પોતાના પગ ભરાવી ઊંધો થઈ જતાં પણ નજરે પડ્યો હતો. ત્યારે સમી સાંજનો ટાઈમ હોય થોડું અંધારું થવા જઈ રહ્યું હોય અવરજવરવાળા વિસ્તારમાં પણ તાત્કાલિક કોઈનું ધ્યાન ન જતાં યુવકને બચાવી શકાયો નહોતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.