રિપોર્ટ@ભાવનગર: ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું, જાણો વધુ વિગતે
યુવરાજસિંહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
Mar 25, 2025, 18:07 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ભરતીના કૌભાંડ સામે આવતા હોય છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે.
જેમણે આજે ભાવનગર બહુમાળી ભવન ખાતે જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું. યુવરાજસિંહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, બેંકમાં ભરતી પ્રક્રિયા દરમિયાન સગાવાદ અને લાગતા-વળગતાના આધારે નોકરીઓ આપવામાં આવી છે.
યુવરાજસિંહે આ વિષયમાં બેંકના ડિરેક્ટરો અને અમલદારોની સંડોવણીના પુરાવાઓ પણ રજૂ કર્યા છે.