રીપોર્ટ@અમદાવાદ: ત્રિકમપુરા પાટિયા નજીકથી લોહીથી લથબથ કોથળામાં એક પુરુષની લાશ મળી

સંયુક્ત કુટુંબમાં રહેતા સૌથી નાના ભાઈની હત્યા
 
રીપોર્ટ@અમદાવાદ: ત્રિકમપુરા પાટિયા નજીકથી લોહીથી લથબથ કોથળામાં એક પુરુષની લાશ મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં હત્યાના કેસ ખુબજ વધી ગયા છે.લોકો નાની-નાની વાતમાં ઝગડી એક બીજાને જાનથી મારી નાખે છે. કોથળામાં આજે એક પુરુષની લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. લાશના મોઢા પર કપડું બાંધવામાં આવ્યું હતું. મૃતકના શરીર પરના શર્ટ પરના ટેલરના સ્ટિકરને આધારે પોલીસ મૃતક વ્યક્તિની ઓળખ કરી શકી હતી.

વસ્ત્રાલ ગામમાં રહેતા સુખાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી છે કે તે સંયુક્ત કુટુંબમાં રહે છે અને પશુપાલનનો ધંધો કરે છે.

ગઇ ૩૦ સપ્ટેમ્બરે તેમના કાકા હરજીભાઈ રબારી બપોરે ઘરેથી નીકળી ગયા હતા અને મોડી રાત સુધી ઘરે પાછા આવ્યા નહોતા. ફરિયાદ મુજબ તેમના કાકા આવી રીતે ઘણી વખત ઘરેથી નીકળી જતા હતા અને બીજા દિવસે સવારે આવી જતા જેથી કોઈએ તેમની તપાસ કરી નહોતી. 1 ઓક્ટોબરે સવારે સુખાભાઈ પર ફોન આવ્યો હતો કે એક લાશ મળી આવી છે જેની ઓળખ કરી બતાવો. તેથી સુખાભાઈ વીએસ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં ગયા હતા. ત્યાં કાકા હરજીભાઈ રબારીની લાશ હોવાની ઓળખ કરી હતી.

વસ્ત્રાલ ગામમાં સંયુક્ત પરિવારમાં રહેતા બંને ભાઈઓમાંથી નાના ભાઈની લાશ જાહેર રોડ પરના પ્લાસ્ટિકના કોથળાથી મળી હતી. હત્યા પાછળ પારિવારિક ઝઘડા કે પછી અદાવતમાં હત્યા કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ વટવા GIDC પોલીસે તપાસ હાથ ધરી છે.