રિપોર્ટ@અમદાવાદ: થીનર ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી, 10 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી કાબૂ લીધી
આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
Nov 12, 2025, 17:14 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના અસલાલી-બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. થીનર હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, અસલાલી-બારેજા રોડ ઉપર ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. થીનર ફેક્ટરીમાં આગ હતી જેથી વધારે ગાડીઓ મોકલવામાં આવી હતી. આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

