રિપોર્ટ@ગુજરાત: નડિયાદ GIDCમાં ગેરકાયદે કેમિકલના ઉત્પાદન મુદ્દે નવો ખુલાસો સામે આવ્યો

 કોઈપણ પ્રકારની મંજૂરી વિના ફેક્ટરી ચલાવતો હતો.
 
રિપોર્ટ@ગુજરાત: નડિયાદ GIDCમાં ગેરકાયદે કેમિકલના ઉત્પાદન મુદ્દે નવો ખુલાસો સામે આવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખેડાની નડિયાદ GIDCમાં ગેરકાયદે કેમિકલના ઉત્પાદન મુદ્દે નવો ખુલાસો સામે આવ્યો છે. આરોપી પ્રકાશ ડુપ્લીકેટ તાડી બનાવવા માટે વપરાતું કેમિકલનું ઉત્પાદન કરતો હતો. પ્લાન્ટમાં વપરાતા ક્લોરલ કેમિકલને પાનોલીથી લાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આરોપી કાર્ગો મારફતે પાનોલીથી નડિયાદ કેમિકલ મંગાવતો હતો. ત્યાર બાદ એ કેમિકલને ફેક્ટરીમાં પ્રોસેસ કરીને નશાકારક કેમિકલ તૈયાર કરવામાં આવતું હતું.

પ્રોસેસ થયેલા લીકવીડને ભરી બરફની મદદથી સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરાતું અને પછી તૈયાર થતું પીળા રંગનું દાણેદાર કેમિકલ કે જે કેમિકલનો ઉપયોગ નકલી તાડી બનાવવા માટે કરાતો હતો. આ તૈયાર થયેલા કેમિકલને રોઝી ક્રિસ્ટલના નામે ટ્રાન્સપોર્ટમાં આરોપી મુંબઈ મોકલતો હતો. જ્યાં નકલી તાડીનો વેપલો ચાલતો હતો. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને આરોપી પ્રકાશ ગેરમાર્ગે દોરી કામ કરાવતો હોવાનું સામે આવ્યું છે.

આરોપી પ્રકાશને નડિયાદ લવવામાં આવશે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ પણ ફેક્ટરીની તપાસ શરૂ કરી છે. કંપની માલિક કોઈપણ પ્રકારની મંજૂરી વિના ફેક્ટરી ચલાવતો હતો. રૂદ્ર એન્ટરપ્રાઈઝ કેમિકલ કંપની પર કાર્યવાહી કરવા GPCBએ કવાયત હાથ ધરી છે.