રિપોર્ટ@ગોંડલ: પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પતિ અને સસરા સામે ગુનો નોંધાયો
પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Apr 5, 2024, 11:55 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યા કર્યાની ઘટના સામે આવતી હોય છે. લોકો કોઈને કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ગોંડલ તાલુકાના કંટોલિયા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા ઘન્નાબેન પર્વતભાઈ બારીયાએ ગઈ કાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જે અંગે દાહોદ તાલુકાના ગોહિલવાઘા ગામે રહેતા તેના પિતા મગનભાઈ નરસિંહભાઈ પલાસે ઘન્નાબેનના પતિ પર્વતભાઈ દિનેશભાઈ બારીયા અને સસરા દિનેશભાઈ મંગાભાઈ બારીયા વિરુદ્ધ ઘરકામ કરવા બાબતે ઝઘડો કરી માર મારી શારીરિક, માનસિક ત્રાસ આપી મારવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 306, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ઘન્નાબેનના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.