રિપોર્ટ@ગુજરાત: ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ગુજરાતમાં રેલી યોજાઈ
હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ
Updated: Aug 16, 2024, 12:01 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. હાલના સમયમાં નાની બાળકીઓ પણ સુરક્ષિત રહી નથી. ફરી એકવાર દુષ્કર્મની હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ગુજરાતમાં રેલી યોજાઈ. કોલકાતામાં ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરોએ રેલી યોજી આજથી ગુજરાતની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખનો નિર્ણય કર્યો છે. જ્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના 400 તબીબો પણ હડતાલ પર રહેશે. માત્ર ઈમર્જન્સી સેવા જ ચાલુ રહેશે.