રિપોર્ટ@સુરત: ધો. 9માં અભ્યાસ કરતી છાત્રાએ સામાન્ય બાબતે ઝેરી દવા પી આપઘાત કર્યો

બહેનપણીના ઘરે ફોન લઈને જવું હતું
 
રિપોર્ટ@સુરત: ધો. 9માં અભ્યાસ કરતી છાત્રાએ સામાન્ય બાબતે ઝેરી દવા પી આપઘાત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. લોકો સામાન્ય બાબતે મોતને વહાલું કરતા હોય છે.  સરથાણાના કોમ્યુનીટી હોલ પાસે એમ.ડી. પાર્કમાં રહેતા રાકેશભાઈ કિકાણી ફર્નિચરનો વેપાર કરે છે.

તેમની 14 વર્ષીય પુત્રી ગ્રીષ્મા ધો. 9માં અભ્યાસ કરતી હતી. શનિવારે સાંજે ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

ટુંકી સારવાર બાદ ગ્રીષ્માનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ હોસ્પિટલ દોડી તપાસ શરૂ કરી હતી. ગ્રીષ્મા બહેનપણીના ઘરે સાથે મોબાઈલ લઈને જવું હતું. માતાએ ફોનની ના પાડતા તેણીને માઠુ લાગી આવ્યું હતું.