રિપોર્ટ@અમદાવાદ: ફેક્ટરીમાં કેમિકલના કારણે અચાનક ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી

ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
 
રિપોર્ટ@અમદાવાદ: કેમિકલના કારણે અચાનક ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરના સિંગરવા ગામ પાસે આવેલી સાગર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલના કારણે અચાનક ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કારીગરો ફેકટરીમાં કામ કરતા હોય છે. આ ફેક્ટરીમાં બોઇલર પણ છે. જો તેને કઈ થયું હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જો કે, કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ ઘણી વિકરાળ હતી. દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરની ટીમે કામગીરી શરૂ કરી આગને બુઝાવી હતી.