રિપોર્ટ@મહેસાણા: અંબિકા વુડ પ્રોસેસ કંપનીમાં ભયાનક આગ ભભૂકી, જાણો સમગ્ર ઘટના
કંપનીના દિલીપ પટેલે તાત્કાલિક મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.
Jan 10, 2025, 10:46 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો અવાર-નવાર સામે આવતા હોય છે. ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મહેસાણા તાલુકાના આંબલિયાસણ-ભાસરિયા રોડ સ્થિત અંબિકા વુડ પ્રોસેસ કંપનીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. કંપનીના દિલીપ પટેલે તાત્કાલિક મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર વિભાગની ટીમ વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમે લગભગ બે કલાક સુધી જહેમત ઉઠાવી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે 10 હજાર લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં કંપનીમાં રહેલો કેટલોક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.