રિપોર્ટ@ગુજરાત: ખેડૂતના ઘરે ધોળા દિવસે રૂપિયા 5 લાખની ચોરી, જાણો સમગ્ર બનાવ

ત્યારે ઘટનાને લઈને એસ. પી. સહિત પોલીસ કાફલો નાની વાવડી ગામે પહોંચી તપાસ હાથ ધરી છે.

 
ગુનો@રાજકોટ: બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ રૂ.3.25 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં ચોરી ફરાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. રાણપુર તાલુકામાં કાયદાની કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ તસ્કરો બે ફામ બન્યા છે. ત્યારે ધોળા દિવસે લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાણપુરના નાની વાવડી ગામે ખેડૂતના ઘરે ધોળા દિવસે રૂપિયા 5 લાખની ચોરી થઈ છે. ત્યારે ઘટનાને લઈને એસ. પી. સહિત પોલીસ કાફલો નાની વાવડી ગામે પહોંચી તપાસ હાથ ધરી છે.

રાણપુર તાલુકામાં છેલ્લાં કેટલાક દિવસથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાણપુરના ઉમરાળા ગામના જીરાના વેપારીના ઘરે સાડા ત્રણ લાખની ચોરી થઈ હતી. તો ગઈકાલે રાણપુરના નાની વાવડી ગામના ખેડૂતના ઘરે 5 લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં રહેતા ખેડૂત સુરેન્દ્રસિહ ડોડીયા ગઈકાલે પોતાના પત્ની સાથે સવારથી જ તેની વાડીએ ગયા હતા અને સાંજના સમયે ઘરે પરત આવતા ઘરમાં રહેલ કબાટના તાળા તૂટેલા હતા. જેથી ખેડૂતે તપાસ કરતા કબાટમાં રહેલા રોકડા 2 લાખ રૂપિયા તેમજ 3 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ખેડુત સુરેન્દ્રસિહ ડોડીયાએ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

રાણપુર તાલુકાના નાની વાવડી ગામે થયેલ લાખો રૂપિયાની ચોરીની ઘટનાને લઈને આજે બોટાદ એસપી, ડિવાયેસપી, એલસીબી, એસઓજી સહિત મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાણપુર તાલુકામાં ટુંકા દિવસોમાં ઘરફોડ ચોરીની બીજી ઘટના સામે આવી છે. જેથી તાલુકાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ કડક કાર્યવાહી કરી તસ્કરોને ઝબ્બે કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.