રીપોર્ટ@ગુજરાત: મેટ્રો ટ્રેનના પીલર નજીક એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો
પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો
Updated: Sep 16, 2023, 10:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલડી નજીક આંબાવાડી મેટ્રો ટ્રેનના પીલર નજીક મહિલાનો મૃતદેહ મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ જોયો હતો.તેમણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. ઉચ્ચ અધિકારી સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. મહિલાના શરીર પર ઈજાના નિશાન હોય તેવું પ્રાથમિક જણાતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે આવી હતી. મૃતક મહિલા ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી હતી તે જાણવા આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરાઇ છે. મહિલાની હત્યા થઈ છે કે બીજા કોઈ કારણોસર મોત થયું છે તે પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ પરથી ખૂલશે. પાલડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર.આર. ગઢવીએ જણાવ્યું કે આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી મહિલાની ઓળખ કરાઇ રહી છે.