રિપોર્ટ@આણંદ: દર્શન કરવા માટે નીકળેલાં બાઈક ચાલક યુવક અચાનક નીચે પકડાતાં તેનું મોત નીપજ્યું

 પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
 
દુર્ઘટના@સુરેન્દ્રનગર: ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઈક સવારનું સ્થળે જ મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. આણંદ તાલુકાના નેશનલ હાઇવે નંબર આઠ ગામડી ઓવરબ્રિજ ચઢતા શનિવાર બપોરના સમયે ચોટીલા દર્શન માટે નીકળેલાં બાઈક ચાલક યુવક અચાનક કોઈ કારણસર ચાલું બાઇકે નીચે પકડાતાં તેનું મોત નીપજ્યાનો બનાવ બનવા પામ્યો છે.આ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનૂસાર,આણંદ શહેર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં આવેલી શિવ છાયા સોસાયટીમાં રહેતાં અજીતકુમાર ડાહયાભાઈ ગોહેલ ઉંમર વર્ષ 45 શનિવારના રોજ ઘરેથી બાઈક લઈને ચોટીલા ખાતે દર્શન કરવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન અજીતકુમાર ગોહેલ શનિવાર બપોરના બે વાગ્યાના આસપાસના સમયે આણંદ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ગામડી ઓવર બ્રિજ ચઢતા હતાં. તે દરમિયાન અચાનક તેઓ ચાલુ બાઈકે કોઈ કારણસર રોડ ઉપર પટકાયા હતાં. જેને કારણે અજીત કુમારને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટનાને લઈને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો ઉભા રહ્યાં હતાં અને તેઓએ આ બાબતની જાણ આણંદ શહેર પોલીસને કરી હતી. બીજી બાજુ ગંભીર ઈજા પામેલા અજીતકુમાર ગોહેલને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.