રિપોર્ટ@અમદાવાદ: દક્ષિણી અંડરપાસમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું

સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકથી અવિરત પણે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ સાત ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી એટલે કે બીજા દિવસે પણ સતત શહેરમાં વરસાદ ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. મણીનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારે વરસાદના પગલે સોમવારે સાંજથી અંડરપાસ બંધ કરવામાં આવ્યો હોવા છતાં પણ વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ ચાની કીટલી પર નોકરી કરતો રાજુ સિંધી નામનો યુવક અંડરપાસમાં થઈને પસાર થવા જતો હતો. દરમિયાનમાં અંડરપાસમાં જતા તેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.