રિપોર્ટ@ગાંધીનગર: ફ્લાયઓવરના નિર્માણ માટે 170 જેટલા લીલાંછમ વૃક્ષોનો ભોગ લેવાયો

પ્રોજેક્ટ માટે માર્ગ અને મકાન વિભાગે વન વિભાગને માત્ર રૂ. 5.87 લાખનું વળતર ચૂકવ્યું છે, જે આ કિંમતી વૃક્ષોની સરખામણીમાં નગણ્ય રકમ ગણાય છે.
 
રિપોર્ટ@ગાંધીનગર: ફ્લાયઓવરના નિર્માણ માટે 170 જેટલા લીલાંછમ વૃક્ષોનો ભોગ લેવાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગરમાં વિકાસના નામે વૃક્ષોનો વિનાશ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ગણા વ્રુક્ષોનો નાશ કરવામાં આવ્યાં હતા. પેથાપુર સર્કલ પર નવા ફ્લાયઓવરના નિર્માણ માટે 170 જેટલા લીલાંછમ વૃક્ષોનો ભોગ લેવાયો છે. આ પ્રોજેક્ટ માટે માર્ગ અને મકાન વિભાગે વન વિભાગને માત્ર રૂ. 5.87 લાખનું વળતર ચૂકવ્યું છે. આ કિંમતી વૃક્ષોની સરખામણીમાં નગણ્ય રકમ ગણાય છે.

એક સમયે ભારતના સૌથી હરિયાળા પાટનગર તરીકે જાણીતા ગાંધીનગરમાં વિકાસની દોડમાં વૃક્ષોની કટોકટી સર્જાઈ રહી છે. પેથાપુર ચાર રસ્તા પર બનનાર ફ્લાયઓવર અને સર્વિસ રોડ માટે કપાયેલા વૃક્ષોમાં સૌથી વધુ 76 લીમડાના વૃક્ષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કણજી, સીસમ, પેન્ટોફોર્મ, સરગવો, બદામ, કાસીદ, આશોપાલવ અને નગોઇ જેવા મૂલ્યવાન વૃક્ષોનો પણ સમાવેશ થાય છે.

પર્યાવરણ પ્રેમીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને માગણી કરી છે કે વન વિભાગે વધુ વળતરની રકમ વસૂલવી જોઈએ. સાથે જ શક્ય હોય ત્યાં વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવું જોઈએ. આ ઘટના એ વાતનો પુરાવો છે કે શહેરી વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે.