રિપોર્ટ@જામનગર: પુનિતનગર વિસ્તારમાં પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
ધારાસભ્ય રિવાબા જાડેજા પણ પહોંચ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને લોકો કલાકોથી ઘરમાં પૂરાયેલા છે.
જામનગકરના વોર્ડ નંબર 2માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. રેસ્ક્યૂ ટીમ સાથે ધારાસભ્ય રિવાબા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.રાજ્યમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી જરુરી માહિતી મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તમામ સહયોગ અને મદદની ખાતરી આપવામાં આવી હતી.