રિપોર્ટ@અમદાવાદ: રામોલ હત્યા કેસમાં ફરાર આરોપીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

 નામો બદલીને છુપાતો ફરતો હતો,
 
રિપોર્ટ@અમદાવાદ: રામોલ હત્યા કેસમાં  ફરાર આરોપીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ગુનાના કેસ ખુબજ વધી ગયાં છે. રામોલમાં બે વર્ષ અગાઉ મોહમ્મદ વસીમ નામના યુવકની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. હત્યા કર્યા બાદ આરોપી શહેરમાં નામો બદલીને છુપાતો ફરતો હતો, તેના મિત્ર સાથે ફરતો હતો. પરંતુ ટેકનિકલ એનાલિસિસથી સાઇબર ક્રાઇમને માહિતી મળતા આરોપીને વસ્ત્રાલમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

તેની મદદ કરનાર અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી સામે અગાઉ વટવા, નડિયાદ, રામોલ સહિત છ ગુના નોંધાયેલા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજિત રાજિયાન અને જિતુ યાદવની ટીમે વસ્ત્રાલમાંથી ટેકનિકલ એનાલિસિસના આધારે રામોલ હત્યાકેસના આરોપી સૂરજ ચૌહાણને ઝડપી લીધો છે. આરોપી સૂરજ 29 એપ્રિલ 2022માં મોહમ્મદ વસીમ નામના યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. સૂરજ અને તેનો મિત્ર છેલ્લા બે વર્ષથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં નામો બદલીને છુપાતા ફરતા હતા. તે તેના મિત્રને મળવા આવતો હોવાની બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી બે વર્ષથી વણઉકેલાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. વસીમની હત્યા વિશે પોલીસે સૂરજની પૂછપરછ કરતા કબૂલાત કરી કે, હત્યાની રાત્રે ઇસનપુર ચાર રસ્તાથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રામોલ કેનાલ પાસે તેનું એક્ટિવા નજીક આવતા આરોપીએ છરી વડે હુમલો કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તે ફરાર થઈ ગયો હતો. સૂરજના ગુનાઇત ઇતિહાસની

તપાસ કરતા તેના વિરુદ્ધ અગાઉ નડિયાદ અને વટવામાં હત્યાના ગુના નોંધાયા છે. આ ઉપરાંત મારામારી..રાયોટીંગ..લૂંટ અને હથિયારના ગુનાઓમાં પણ તેની સંડોવણી સામે આવી છે. આરોપીનો સ્વભાવ આક્રમક અને ગુસ્સાવાળો હોવાથી ઝડપથી કોઈપણ વ્યક્તિ પર તે હુમલો કરી દે છે. આરોપીએ આ બે વર્ષ દરમિયાન અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ કરી રહી છે.