ઘટના@સાબરકાંઠા: રેલ્વે કોન્સ્ટેબલ 20હજારની લાંચમાં પકડાયા, એક રંગેહાથ ઝબ્બે, એક ફરાર

20 હજારની લાંચ લેતાં ACBએ એક રંગેહાથ ઝડપ્યા
 
રિપોર્ટ@સાબરકાંઠા: રેલવે કોન્સ્ટેબલોને  20 હજારની લાંચ લેતાં ACBએ એક રંગેહાથ ઝડપ્યા, એક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં લાંચના કેસ ખુબજ વધી ગયા છે. અધિકારીઓ કોઈપણ કામ કરવા ,માટે લાંચ લેતા જોવા મળતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રેલવે સ્ટેશન પર આવેલ RPF ચોકીમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના બે કોન્સ્ટેબલે રૂ 20 હજારની લાંચ માંગી હતી. મોડાસા ACBએ ઓફિસમાં લાંચ લેતાં એક કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો. જ્યારે બીજો કોન્સ્ટેબલ ફરાર થયો હતો. મોડાસા એસીબી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ ફરિયાદી ટ્રાન્સપોર્ટનું કામ કરતા હોય જેને લઈને ફરિયાદીનો સામાન રેલવેના વેગનમાં આવતો હતો. જેથી સામાન પ્લેટફોર્મ ઉપર ઉતરે ત્યારે તે સામાનની રેલવે પ્રોટેક્શન ફોર્સ કરવાના રખેવાળી અવેજ પેટે આક્ષેપિત કોન્સ્ટેબલ ચેહરભાઈ શક્કરભાઈ રબારીએ રેલવે સ્ટેશન ઉપર આવતી એક રેકના રૂ 1500 લેખે કુલ 10 રેકના રૂ 15,000 તથા ગત મહિનાના રૂ 5000 મળી કુલ રૂ 20,000ની લાંચની માગની ફરિયાદી પાસે કરી હતી. જેને લઈને ફરિયાદીએ મોડાસા એસીબીનો સંપર્ક કર્યો હતો.

હિંમતનગર રેલવે સ્ટેશન પર RPF પોલીસ ચોકીમાં શુક્રવારે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચેહરભાઈ શક્કરભાઈ રબારીના મોબાઈલ ઉપર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જે તપાસમાં બહાર હતા જ્યારે લાંચની રકમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુસ્તાકભાઇ ઈબ્રાહીમભાઈ ડોડીયાને રૂ 20,000 હજાર ફરિયાદીએ આપ્યા હતા. જે રૂ 20,000ની રકમની લાંચ લેતાં મોડાસા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો. મોડાસા એસીબી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા અને ફરાર બે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.