રિપોર્ટ@ખંભાત: 40 વર્ષ બાદ 7 કિલોમીટર દૂર ગયેલો દરિયો શહેર તરફ પાછો ફર્યો.

ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે.
 
રિપોર્ટ@ખંભાત: 40 વર્ષ બાદ 7 કિલોમીટર દૂર ગયેલો દરિયો શહેર તરફ પાછો ફર્યો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખંભાતમાં દરિયો પાછો આગળ વધ્યો છે. 40 વર્ષ બાદ 7 કિલોમીટર દૂર ગયેલો દરિયો શહેર તરફ પાછો ફર્યો. અગાઉ દરિયો ખંભાત શહેરની નજીક હતો. કેટલાક કારણોસર ખંભાતના અખાતમાં કાપ આવવાથી દરિયો 7-8 કિલોમીટર દૂર ખસી ગયો હતો.

ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે. વર્તમાન સમયમાં ભરતી-ઓટને કારણે ખંભાતના દરિયાકાંઠે મોટા પ્રમાણમાં માટીની ભેખડો ધસી રહી છે.

દરિયા કિનારે બનાવવામાં આવેલા પ્લેટફોર્મથી દરિયો હવે માત્ર 700-800 મીટર દૂર રહી ગયો છે. પરંતું જો આ રીતે જમીન ધોવાણ ચાલુ રહેશે તો ભવિષ્યમાં દરિયો ક્યાં સુધી આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે.