રિપોર્ટ@સુરત: 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું, સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો

ઘણા દિવસો પહેલા મૃત્યુ પામ્યો હોવાનું અનુમાન છે
 
રિપોર્ટ@સુરત: 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું, સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોસંબામાં 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થયું છે. મૃતક ઘણા દિવસો પહેલા મૃત્યુ પામ્યો હોવાનું પોલીસનું અનુમાન છે. ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલા મૃતદેહનો કોસંબા પોલીસે કબ્જો મેળવી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. યુવકનું નામ જોબનજીત બાલુસિંહ હોવાનું સામે આવ્યું છે છે. મૃતકના પરિજનોએ હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. અજાણ્યા શખ્સોએ મૃતક સાથે ઝઘડો કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.