રિપોર્ટ@અમદાવાદ: બ્રિજના સળિયા દેખાયા બાદ તંત્ર ખાડા પૂરવા દોડ્યું, જાણો વધુ વિગતે
બ્રિજમાં ખાડો પડ્યો
Jul 29, 2024, 08:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં હજુ વરસાદે સરખી માઝા પણ નથી મૂકી ત્યાં તો રસ્તાઓ અને બ્રિજમાં ગાબડાં પડવાની શરુઆત થઈ ગઈ છે.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી ઓવરબ્રિજ પર થોડા દિવસ પહેલા ડામર ઉખડી ગયો અને ખાડો પડ્યો હતો. જે ખાડો ધીમે-ધીમે મોટો થતો ગયો હતો અને બ્રિજના સળિયા દેખાવા લાગે એવા ખાડામાં પરિવર્તિત થઈ ગયો હતો.
આ ખાડાના કારણે અનેક વાહનચાલકોને અવરજવરમાં તકલીફ પડી રહી હતી. બ્રિજ પરના ખાડાના આ ફોટો-વીડિયો વાઈરલ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ધ્યાને આ વાત આવી અને તુરંત જ ખાડાને પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.