રિપોર્ટ@અમદાવાદ: બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

મુસાફરના હેન્ડ બેગની વિગતવાર તપાસ કર્યા પછી, લીલાશ પડતા પદાર્થવાળા ચાર વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા.
 
રિપોર્ટ@અમદાવાદ: બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ એયરપોર્ટ પર બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડથી વધુ થવા જાય છે.

હેન્ડ બેગ સ્ક્રીનિંગ દરમિયાન શંકાના આધારે, કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઈન્સની ફ્લાઇટ નં. VZ-750 દ્વારા બેંગકોકથી આવતા ભારતીય નાગરિકને અટકાવ્યો હતો. મુસાફરના હેન્ડ બેગની વિગતવાર તપાસ કર્યા પછી, લીલાશ પડતા પદાર્થવાળા ચાર વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા.

આ પ્લાસ્ટિકના પેકેટનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે આ પેકેટમાં જે પદાર્થ છે તે હાઈડ્રોપોનિક ગાંજા હોવાની પરીક્ષણમાં પુષ્ટિ મળી, જેનું વજન 1.107 કિલો હતું.પ્રતિબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં આ મુસાફર મહારાષ્ટ્રના ઉલ્લાસનનગરનો હોવાનું જાણવા મળ્યું છે. તે કોની પાસેથી અને કોને આપવા ગાંજો લાવ્યો હતો તે અંગે વધુ તપાસ ચાલુ છે.