રિપોર્ટ@અમદાવાદ: 4 વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડાયું

બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી. 13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
 
રિપોર્ટ@અમદાવાદ: 4 વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં HMPV વાયરસનાં કેસ ખુબજ વધી રહ્યા છે. અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી. 13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. રાજ્યમાં આજદિન સુધીમાં HMPVના કુલ 6 પોઝિટવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ચાર અમદાવાદના, એક સાબરકાંઠા જિલ્લાનો અને એક કચ્છ જિલ્લાનો કેસ છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષીય બાળકનો 13 જાન્યુઆરીએ HMPVનો પોઝિટિવ રિપોર્ટ આવતા તેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસોટ્રી મળી નથી. હાલ તેની સારવાર ચાલી રહી છે.