રિપોર્ટ@અમદાવાદ: ઢોસાથી થયેલા મોત કેસમાં નવો વળાંક, પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે 2 બાળકીના મોત થયા હતા. FSLની હાજરીમાં અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. બંને બાળકીના શકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
6 એપ્રિલના રોજ અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નીપજ્યાં હતા.
ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી.

