રિપોર્ટ@અમદાવાદ: ઍરપોર્ટને સપ્તરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ, જાણો વિગતે

 મહાનુભાવોનું લોકો સ્વાગત કરે
 
રિપોર્ટ@અમદાવાદ: ઍરપોર્ટને સપ્તરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ, જાણો વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચાર વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી પણ આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે ત્યારે સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍૅરપોર્ટને પણ રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે. સમગ્ર ઍરપોર્ટ રૂટ પર વાઈબ્રન્ટના સમિટના બેનર જોવા મળી રહ્યા છે. 

ગાંધીનગરમાં 10 જાન્યુઆરીએ સવારે પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન કરવાના છે એ પહેલા 9 જાન્યુઆરીએ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો ઈન્દિરા બ્રિજ સુધીનો રોડશો યોજાશે. 9મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાવાનો છે. જેમા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન ખાસ ઉપસ્થિત રહેશે.

આ રોડ શોને પગલે અમદાવાદ ઍરપોર્ટથી ગાંધી આશ્રમ સહિતના તમામ રોડને રંગબેરંગી લાઈટિંગ દ્વારા શણગારવામાં આવ્યા છે. ચાર વર્ષ બાદ પાટનગર ગાંધીનગરમાં યોજાઈ રહેલ વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા સરકાર અને સરકારના અધિકારીઓ ખડેપગે તૈયારીઓમાં લાગેલા છે.

આ સમિટમાં 30થી વધુ દેશોના ડેલિગેશન આવી રહ્યા છે અને આજ સાંજથી દેશવિદેશના મહાનુભાવોનું આગમન શરૂ થઈ જશે. ત્યારે અમદાવાદ ઍરપોર્ટ રૂટ પર પણ વિવિધરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આ વર્ષેની વાઈબ્રન્ટ સમિટમાં 45 હજાર ડેલિગેટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે 40 હજારથી વધુ કંપનીએ ભાગ લેવા તૈયારી બતાવી છે. આ સમિટમાં ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રીક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી જેવા વિષયો પર ફોકસ રહેશે.

ઍરપોર્ટથી શરૂ થનારા રોડ શોને પગલે ઍરપોર્ટ પર પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રોડ શો રૂટ પર વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને સ્ટેજ બનાવામાં આવ્યા છે. રસ્તાની બંને બાજુ ઉભા રહીને બંને દેશોના મહાનુભાવોનું લોકો સ્વાગત કરે તે પ્રકારનુ આયોજન કરવામાં આવ્યુ છે.