રિપોર્ટ@અમદાવાદ: AMCના ફાયર વિભાગનો અધિકારી 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો
ACB દ્વારા હાલ ડિવિઝનલ ફાયર ઓફિસરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Feb 22, 2025, 14:56 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લાંચનાં કેસ ખુબજ વધી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ACBને ફરિયાદ મળી હતી કે, પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયરની કામગીરી માટે રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.
જેના આધારે છટકું ગોઠવીને ઇનાયત શેખને ઝડપી પાડવામાં આવ્યા છે. ACB દ્વારા હાલ ડિવિઝનલ ફાયર ઓફિસરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.