રિપોર્ટ@અમદાવાદ: 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડોક્ટરની ધરપકડ

ડોક્ટર સંજય પટોળિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડો. સંજય પટોળિયાની રાજકોટમાં અને સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
 
રિપોર્ટ@અમદાવાદ: 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર, સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

બીજી તરફ જે ડોક્ટર સંજય પટોળિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડો. સંજય પટોળિયાની રાજકોટમાં અને સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર જ ડો. સંજય પટોળિયા છે.

ખ્યાતિકાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર અમદાવાદ સોલા સિવિલના CDMO ડો. પ્રકાશ મહેતા જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નથી. જે બાબતે અમારા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.