રીપોર્ટ@અમદાવાદ: મિત્રને વિદાય આપી, પોતે જ દુનિયાને વિદાય આપી દીધી

એરપોર્ટ રોડ પર કાર પલટી, યુવકનું મોત
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરના એરપોર્ટ રોડ પર 27 નવેમ્બરની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ મયુરાજદ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા.

*કેવી રીતે બન્યો અકસ્માત?*

ચાંદખેડાના રહેવાસી અને ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ કરતા મયુરાજદ રાઠોડ 27 નવેમ્બરે લંડન જતા મિત્ર જીગરને મૂકવા મિત્રો ચિરાગ, હાર્દિક, ભાવેશ અને કારચાલક યશ સાથે સ્કોડા કારમાં એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. જીગર અને તેમના પરિવારના સભ્યો બીજી કારમાં નીકળ્યા હતા.

રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ સરદારનગર એરપોર્ટ રોડ પર હાંસોલ પાસે અસારવા ઓડવાસ સામેના રોડ પરથી પસાર થતી વખતે કારચાલક યશે પૂરઝડપે કાર ચલાવતા કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.

*બે મિત્રો ઈજાગ્રસ્ત, ચાલક ફરાર*

આ અકસ્માતમાં પાછળની સીટમાં બેઠેલા મયુરાજદને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. એકત્ર થયેલા લોકોએ કારમાં ફસાયેલા ચિરાગ અને હાર્દિકને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

અકસ્માત બાદ કારચાલક યશ કોઈને કંઈ કહ્યા વગર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ કારચાલક યશ સામે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

*બાજુ તરફ - કચ્છમાં બીજી દુર્ઘટના:*

કચ્છના નખત્રાણાના ઢોરા ગામ નજીક ટ્રેલરે બે શિક્ષિકાને કચડી નાખી હોવાની ઘટના પણ સામે આવી છે.