રિપોર્ટ@અમદાવાદ: બોગસ ડોક્ટરની બીજી બોગસ હોસ્પિટલ સામે આવી, જાણો વધુ વિગતે

બીજી બોગસ હોસ્પિટલ સામે આવી
 
રિપોર્ટ@અમદાવાદ: બોગસ ડોક્ટરની બીજી બોગસ હોસ્પિટલ સામે જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર બોગસ હોસ્પિટલ ઝડપાતી હોય છે. બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક બોગસ હોસ્પિટલ સામે આવી છે. અમદાવાદના મોરૈયા ખાતે બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની મોરૈયા જનરલ હોસ્પિટલ ઝડપાઈ છે. જ્યાં ICU અને ઓપરેશન જેવી સુવિધાઓનો દાવો કરવામાં આવ્યો હતો.

જો કે, આરોગ્ય વિભાગની ટીમ પહોંચે તે પહેલાં જ આ હોસ્પિટલમાંથી આરોપીઓ સામાન લઈને ભાગી ગયા હતા. અગાઉ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ હતી. બોગસ ડોક્ટર મેહુલ આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો અને દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો.

જેનો એક વીડિયો વાઈરલ થતાં સરકાર દ્વારા વીડિયોનું તથ્ય જાણવા તપાસ કરાઈ હતી. તપાસમાં સમગ્ર કૌભાંડ સામે આવતા હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી.