રિપોર્ટ@અમદાવાદ: CID ક્રાઈમે ખોટી રીતે વિદેશ મોકલનારી એજન્સીઓ પર તવાઈ બોલાવી

 કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો 
 
રિપોર્ટ@અમદાવાદ: CID ક્રાઈમે ખોટી રીતે વિદેશ મોકલનારી એજન્સીઓ પર તવાઈ બોલાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકો અભ્યાસ કરવા માટે અને નોકરી કરવા માટે વિદેશ જતા હોય છે. ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા એક સપ્તાહથી નકલી વીઝા કૌભાંડને લઈને 17 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ દસ્તાવેજો હાથ લાગ્યા હતા. આ ઉપરાંત કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. અમદાવાદના ન્યુ સીજી રોડ પર આવેલી હાઈટેક કન્સલ્ટન્સીમાં દરોડા પાડીને મોટી સંખ્યામાં જુદી જુદી અનેક યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા છે ત્યારે આ મામલે અમદાવાદના જીગર શુક્લ, ગાંધીનગર એમ્પાયર ઓવરશિસના વિશાલ શાહની CID ક્રાઈમે ધરપકડ કરી છે.

હાલમાં પોલીસ ફરાર ત્રણ આરોપી અંકિત પટેલ, કિશન પટેલ, નિરવ મહેતાની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના યુવાનો હાલ યેનકેન પ્રકારે વિદેશ જવા માટે તૈયાર થઇ રહ્યા છે તેનો સીધો જ ફાયદો બિલાડીના ટોપની જેમાં ફૂટી નીકળેલા લેભાગુ એજન્ટો ઉઠાવી રહ્યા છે. ખોટા દસ્તાવેજોથી લઈને ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ કશું પણ બનાવવાનું હોય આ એજન્ટો બનાવટી દસ્તાવેજો ઊભા કરીને કેન્ડીડેટને વિદેશ મોકલી આપતા હોય છે અને લાખો રૂપિયાની મબલખ ફી પણ વસૂલતા હોય છે. આવા કબૂતરબાજીના કિસ્સા ગુજરાતમાં વધવા લાગ્યા જેના પગલે સી.આઈ.ડી ક્રાઈમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ સહિતના સ્થળો પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદના સી.જી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન તથા ગાંધીનગરની એમ્પાયર ઓવરસીસ નામની કાન્સલ્ટન્સીના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે પાંચ શખ્સ વિરુદ્ધ બે ફરિયાદ નોંધી છે.

CID ક્રાઈમે નોંધેલા ગુનાની વિગતો

પ્રથમ ગુનો - અમદાવાદના સી.જી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન કન્સલટન્સી

આરોપી- જીગર પ્રવીણ ભાઈ શુક્લ અને નિરવ મહેતા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

બીજો ગુનો- સરગાસણ કેપિટલ આઇકોન નામની બિલ્ડિંગમાં એમ્પાયર ઓવરસીઝ સર્વિસ

આરોપી- અંકિત રાજીવ પટેલ અને વિશાલ શાહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે

CID ક્રાઈમે કોની ધરપકડ કરી અને કોણ ભાગેડુ

1-વિશાલ શાહ - એમ્પાયર ઓવરસીસ - ગાંધીનગર (ધરપકડ)

2-જીગર શુક્લ- હાઈટેક એજ્યુકેશન -અમદાવાદ (ધરપકડ)

3-અંકિત પટેલ - -ગાંધીનગર (ફરાર)

4-કિશન પટેલ - -ગાંધીનગર (ફરાર)

5-નિરવ મહેતા - -અમદાવાદ (ફરાર)

CID ક્રાઈમ હાલ કેવી રીતે તપાસ કરી રહી છે

આ કૌભાંડમાં ત્રણ એજન્સી વિરુદ્ધ ગુના નોંધીને એજન્સીઓની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ઇન્ડિયન એમ્બેસીને પણ જાણ કરાઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ એજન્સીઓએ જેટલા પણ વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા છે, તે તમામ લોકોની CID ક્રાઈમ આગામી સમયમાં પૂછપરછ કરી શકે છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલા દસ્તાવેજો અને 50 હાર્ડડિસ્ક કબજે કરી તેનો બેકઅપ લેવામાં આવી રહ્યો છે.

બોગસ એજન્ટોની ધરપકડ માટે ટીમ બનાવાઈ

1 એસપી

2 ડીવાયએસપી

5 પોલીસ ઇન્સ્પેકટર

5 પોલીસ સબ ઇન્સ્પેકટર