રિપોર્ટ@અમદાવાદ: 2 દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે.

કોન્સર્ટમાં 1 લાખથી વધુ લોકો હાજર રહેવાની શક્યતા છે. સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
 
રિપોર્ટ@અમદાવાદ: 2 દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજથી 2દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે. 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. કોન્સર્ટમાં 1 લાખથી વધુ લોકો હાજર રહેવાની શક્યતા છે. સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરી કલાકો બાકી છે. મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે.

સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોય જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. ઈવેન્ટને લઈ કેવી તૈયારી છે તેની આગળ વાત કરીએ.