રિપોર્ટ@અમદાવાદ: જામીન માટે 1.35 લાખની લાંચ માગનારો કોન્સ્ટેબલ ઝડપાયો, જાણો વધુ વિગતે

 આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
 
રિપોર્ટ@અમદાવાદ: જામીન માટે 1.35 લાખની લાંચ માગનારો કોન્સ્ટેબલ ઝડપાયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં જુગારના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી જુગારના બનાવો સામે આવતા હોય છે.  રખિયાલ પોલીસે જુગાર રમતા આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશનથી જામીન આપવા સહિતની સવલત આપવા બે કોન્સ્ટેબલોએ 10 લાખની લાંચ માગી હતી. ત્યારબાદ રૂ. 1.35 લાખમાં મામલો નક્કી કરવામાં આવ્યો હતો. આ મામલે એસીબીને જાણ થતા એસીબીએ છટકું ગોઠવી રખિયાલ પોલીસ મથકની ડી સ્ટાફની ઓફિસમાં રેડ કરી એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

જ્યારે બીજો પલાયન થઇ ગયો હતો. બીજી તરફ આરોપીઓ સાથે બીજું કોણ કોણ સંડોવાયેલું છે, અધિકારીઓના કહેવાથી લાંચ માગી હતી કે નહીં, બીજી કઇ જગ્યાએથી લાંચ લીધી છે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે રિમાન્ડ મેળવી તજવીજ હાથ ધરી છે.

થોડા સમય પહેલાં રખિયાલ પોલીસ મથકમાં કેટલાક લોકો સામે જુગારનો કેસ કરવામાં આવ્યો હતો. કેસ બાદ તમામને પોલીસ સ્ટેશનથી જામીન આપવા, જામીનલાયક કેસ બનાવવા સહિતની સવલત આપવા માટે બે કોન્સ્ટેબલે 10 લાખ રૂપિયા લાંચ માગી હતી. જેમાં રકઝક કરતા 1.35 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. પૈસા નક્કી થતા જ આરોપીઓને પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ડી સ્ટાફના રાજુભાઇ ભોપાભાઇ અને અકબરશાહ ફકીરશાહ દીવાને જામીન પર છોડેલા યુવકો પાસે ઉઘરાણી શરૂ કરી દીધી હતી. જેથી આ મામલે એસીબીને જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ એસીબીએ ગઇકાલે છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદીને પાઉડરવાળા પૈસા આપી ડી સ્ટાફની ઓફિસમાં મોકલ્યો હતો. જેવા પૈસા કોન્સ્ટેબલ અકબરશાહને આપ્યા તેવી એસીબી ત્યાં ત્રાટકી હતી અને અકબરશાહને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે રાજુ પલાયન થઇ ગયો હતો. આ મામલે એસીબીએ ફરિયાદ નોંધી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.