રિપોર્ટ@અમદાવાદ: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતાં. આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો
Jan 18, 2025, 10:01 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી. ખ્યાતિકાંડમાં 65 દિવસથી ભાગતા ફરતો હતો. મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની 65 દિવસ બાદ 17 જાન્યુઆરીની અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતાં. આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો.
આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે. હવે આ કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે.