રિપોર્ટ@અમદાવાદ: બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો ડોક્ટર ઝડપાયો, હોસ્પિટલ સીલ

હોસ્પિટલ સીલ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક બોગસ હોસ્પિટલ ઝડપાતી હોય છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો ડોક્ટર ઝડપાયો.

દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમી રહ્યો હતો. આવા જ એક કિસ્સાનો વીડિયો વાઈરલ થયો હતો. જે મૃત છોકરીના પરિવારજનોએ ઉતાર્યો હતો. જે મુજબ કોઈ બીમારીને લઈ દીકરીને બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ એક દિવસ પહેલાંનો છે. વીડિયોમાં પરિવારજનો કહી રહ્યા છે કે, દીકરી સવારે સારી હતી. ડોક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ અપાયો ન હતો. હોસ્પિટલે 1.50 લાખ રૂપિયા સારવારની ફી કીધી હતી.

ત્યાર બાદ વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHO ડો. શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી.