રીપોર્ટ@અમદાવાદ: નવરાત્રિના 9 દિવસ દરમિયાન શહેરમાં નાના-મોટા 40 અકસ્માત સર્જાયા, 9 લોકોના મોત

નવરાત્રિ દરમિયાન થયેલા 40 અકસ્માતમાં 36 લોકોને સામાન્યથી માંડી ગંભીર ઈજા થઈ હતી.
 
દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન શહેરમાં નાના-મોટા મળી 40 અકસ્માત સર્જાયા હતા. જેમાં 4 વર્ષની બાળકી સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતે 5 લોકોના મૃત્યુ તો એવા હતા જેઓ ચાલતા પસાર થતાં અને કારની ટક્કરી વાગી હતી.

નવરાત્રિ દરમિયાન થયેલા 40 અકસ્માતમાં 36 લોકોને સામાન્યથી માંડી ગંભીર ઈજા થઈ હતી. કુલ અકસ્માતમાંથી 14 એટલે કે, 35 ટકા તો સાંજે 7થી સવારના 7 દરમિયાન થયા હતા. નવરાત્રિના પર્વ દરમિયાન ટ્રાફિક જામ ન થાય અને અકસ્માતો રોકી શકાય તે માટે ટ્રાફિક પોલીસના 1800 જવાનને જુદા જુદા વિસ્તારમાં પોઈન્ટ ફાળવવામાં આવ્યા હતા. આમ છતાં અકસ્માતોની સંખ્યા ઘણી વધુ રહી હતી. પોલીસ ચોપડે નોંધાયા મુજબ અકસ્માતોમાં 4 વર્ષની બાળકી ઉપરાંત 3 આધેડ, એક મહિલા અને 4 યુવક મૃત્યુ પામ્યા હતા.

ટ્રાફિક પોેલીસની માહિતી અનુસાર તમામ અકસ્માત નરોડા રોડ, નિકોલ કલ્યાણ ચોક, કઠવાડા રોડ, એસપી રિંગ રોડથી ગામડી તરફનો રોડ, બલોલનગરથી રાણીપ રોડ, જીવરાજ પાર્કથી શ્યામલ રોડ, એસજી હાઈ‌વે પર હેબતપુર નજીક, હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર જેવા સ્થળોનો સમાવેશ થાય છે. શહેરભરમાં ફૂટપાથ પર દબાણ અને તૂટી ફૂટેલી ફૂટપાથોને કારણે લોકોને ચાલવા માટે પણ પૂરતી જગ્યા મળતી હોતી નથી. અકસ્માતોમાં રાહદારીના મોત સૌથી આઘાતજનક ઘટના છે. કારચાલકો બેફામ વાહન હંકારી અકસ્માતો કર્યા પછી ભાગી છૂટતા હોય છે.

શહેરમાં ઘણી જગાએ ફૂટપાથ નથી અને જ્યાં છે ત્યાં દબાણો, પાર્કિંગને કારણે રાહદારી ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી. છેવટે રસ્તાની સાઈડમાં ચાલવું પડતા અકસ્માતનું જોખમ રહે છે. તો બ્રિજના બંને છેડે અને જંક્શનોની આસપાસ રાહદારી સલામત રીતે રસ્તાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા નથી. સામાન્ય દિવસો કરતા નવરાત્રિમાં રાત્રે વધુ ટ્રાફિક રહે છે. > પ્રિયંક ત્રિવેદી, રોડ સેફ્ટી એક્સપર્ટ એન્ડ રિસર્ચર

ચારેક મહિના પહેલાં મ્યુનિ કમિશનરે અધિકારીઓને પૂછ્યું હતું કે, તમારા વિસ્તારમાં એવી એક પણ સારી ફૂટપાથ હોય તો બતાવો જેનો રાહદારી સલામત રીતે ઉપયોગ કરી શકે. આ વખતે એક પણ અધિકારી કમિશનરને જવાબ આપી શક્યો ન હતો.