રિપોર્ટ@અમદાવાદ: એકલવ્ય શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવવાને લઈ વાલીઓમાં ઉગ્ર રોષ

 શાળાએ પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવ્યો 
 
રિપોર્ટ@અમદાવાદ: એકલવ્ય શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવવાને લઈ વાલીઓમાં ઉગ્ર રોષ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વસ્ત્રાલની એકલવ્ય શાળામાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવવાને લઈ વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓની માંગ છે કે તેમના બાળકોની સુરક્ષાને લઈ સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવે. શાળા દ્વારા જે કાર્યવાહી થઈ તેની હજુ સુધી લેખિતમાં કોઈ જાણકારી વાલીઓને આપવામાં નથી આવી. વાલીઓના સંભવિત વીરોધ ના પગલે શાળા દ્વારા પહેલાથી જ પોલીસ બોલાવી લેવામાં આવી હતી. વાલીઓની પણ માંગ હતી કે ઘટના બાદ હજુ સુધી શાળા સંચાલકો રૂબરૂમાં વાલીઓ સાથે મુલાકાત નથી કરી.

લંપટ શિક્ષક સામે સંચાલક મંડળે શું પગલાં ભર્યા એની જાણ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના પુનઃ ના બને એની ખાતરી આપવામાં આવે એવી માંગ વાલીઓએ કરી હતી. એક વાલીએ જણાવ્યું કે ઘટના બન્યા બાદ ટ્રસ્ટ મંડળમાંથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ શાળામાં બાળકને મૂકવાની ભૂલ તમારી હતી. અમે નહોતું કીધું કે તમે અહીંયા એડમિશન લો.

મોટા પ્રમાણમાં શાળાએ પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવતા આખરે ટ્રસ્ટીએ વાલીઓ સાથે ઓપન બેઠક કરી હતી. જેમાં ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે ઘટના સામે આવ્યાના બીજા જ દિવસે કરાટે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો હતો. ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એની તકેદારી પણ આપવામાં આવી. સાથે જ શિક્ષકો શાળા સમયે પોતાની સાથે ફોન ના રાખે એની પણ ખાતરી આપી.