રિપોર્ટ@અમદાવાદ: એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવનાર શિક્ષકની પોલીસે ધરપકડ કરી

 ધોરણ 5 ના વિદ્યાર્થીનીઓને શિક્ષક દ્વારા ન્યૂડ વીડિયો
 
રિપોર્ટ@અમદાવાદ: એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવનાર શિક્ષકની પોલીસે ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આવેલ એકલવ્ય સ્કૂલમાં ધોરણ 5 ના વિદ્યાર્થીનીઓને શિક્ષક દ્વારા ન્યૂડ વીડિયો દર્શાવ્યા હોવાને લઈ હોબાળો મચ્યો હતો. વાલીઓએ શાળા પર પહોંચીને કાર્યવાહીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. વાલીઓના હોબાળાને પગલે શાળામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

આરોપી કરાટ શિક્ષક આર્ય દુબેએ વીડિયો દર્શાવ્યા હોવાને પગલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગુનો નોંધીને આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ શરુ કરવામાં આવી છે. શરુઆતમાં તો શાળાએ બચાવ કરતા કહ્યુ હતુ કે, અમે આક્ષેપોને પગલે શિક્ષકનો મોબાઈલ ચેક કરતાં આવુ વાંધાજનક કંઈ મળી આવ્યુ નહોતુ. વિવાદને પગલે તેને ફરજ થી હટાવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે હવે આ મામલે તપાસ શરુ કરી છે અને મોબાઈલને તપાસ અર્થે મોકલવામાં આવશે.