રિપોર્ટ@અમદાવાદ: 14 જેટલા પોલીસ-ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી, જાણો કોને ક્યાં ચાર્જ સોંપાયો?

શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને પગલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કરેલી ટકોર બાદ પોલીસ કમિશનરે પીઆઇની આંતરિક બદલીઓનો આદેશ આપ્યો.
 
રિપોર્ટ@ગુજરાત: મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં 14 જેટલા પોલીસ-ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને પગલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કરેલી ટકોર બાદ પોલીસ કમિશનરે પીઆઇની આંતરિક બદલીઓનો આદેશ આપ્યો. 

અમદાવાદમાં ગુનાહિત પ્રવૃતિએ માથું ઉંચકતાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર બોલાવીને ઠપકો આપ્યો હતો. જે બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આજે 14 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. વટવા, ખાડીયા, અમરાઈવાડી અને બોડકદેવ સહિતના પોલીસ સ્ટેશનના PIની બદલી કરી દેવામાં આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI તરીકે SG 2 ટ્રાફિકમાં ફરજ બજાવતા એસ.એ ગોહિલને મૂકવામાં આવ્યા છે.

ખાડીયા પીઆઈ કે.પી.ચાવડાને બદલી કરી AHTUમાં મૂકી દેવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ઝાલાને વટવા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અમરાઈવાડી પીઆઈ ડી.વી.હડાતની કંટ્રોલરૂમમાં બદલી કરી દેવામાં આવી છે. બોડકદેવ PI તરીકે SG 1 ટ્રાફિક તરીકે ફરજ બજાવતા એ.એસ પટેલને મૂકવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમના કે.એમ.ભુવાને એલીસ બ્રિજ PI તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.