રિપોર્ટ@અમદાવાદ: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો પરીક્ષાર્થીઓનો આક્ષેપ
વિવાદ વચ્ચે જ પરીક્ષાનો સમય પૂર્ણ થઈ જતા 300 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે.
Updated: Nov 24, 2024, 16:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં અમુક બાબતોના કારણે વિરોધ જોવા મળ્યો છે. આજે અમદાવાદના અલગ અલગ સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સરખેજમાં આવેલી કુવૈસ પ્રાથમિક-માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને આપવામાં આવેલી OMR સીટ અને બેઠક ક્રમાંકમાં ફેરફાર હોય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.
પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા. પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યા બાદ વિદાર્થી નેતા યુવરાજસિંહ પણ ટ્વીટ કર્યું હતું અને સરખેજના કેન્દ્ર પર પહોંચી ગયા હતા.
અમદાવાદ મનપાના અધિકારીએ પેપર ફૂટ્યાની વાતને નકારી હતી. વિવાદ વચ્ચે જ પરીક્ષાનો સમય પૂર્ણ થઈ જતા 300 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ પરીક્ષાર્થીઓ અંગે હવે મનપા અને ગુજરાત યુનિવર્સિટી કોઈ નિર્ણય કરી શકે છે.