રીપોર્ટ@અમદાવાદ: ગંદા પાણીની દુર્ગંધથી સ્થાનિકો હેરાન થયા, જાણો વધુ વિગતે
ગોતામાં રેલવે અંડરબ્રિજની કામગીરી સમયે ડ્રેનેજ-પાણીની લાઈન તૂટી
Feb 20, 2025, 14:16 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં ગંદા પાણીની દુર્ગંધથી સ્થાનિકો હેરાન થયા. અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ્ ક્રોસ રોડ નજીક બની રહેલા રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ અને પાણીને લાઈન તૂટી જવાના કારણે અનેક લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.
ડ્રેનેજના ગંદા પાણીની દુર્ગંધથી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. અનેક રજૂઆતો છતાં પણ કામગીરી સમયસર કરવામાં ન આવતા દરરોજ પાણી ભરાઈ જાય છે અને દુર્ગંધ મારે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી અને નબળી કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપના કોર્પોરેટરો પણ જે પાઇપલાઇનનો તૂટી હતી તેનું કામ ચાલુ થઈ ગયું છે, તેમ કહીને છટકી રહ્યા છે.