રિપોર્ટ@અમદાવાદ: નવરાત્રિમાં મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે, સત્તાવાળા ટૂંક સમયમાં જાહેરાત કરશે

શહેરના એક છેડેથી બીજા છેડે ગરબા રમવા જતાં લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને સલામત રીતે પાછા ફરી શકે તે માટે મેટ્રોની સમય મર્યાદા લંબાવીને રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવશે.
 
રિપોર્ટ@અમદાવાદ: નવરાત્રિમાં મેટ્રો રાત્રે 2 સુધી ચાલુ રાખવામાં આવશે, સત્તાવાળા ટૂંક સમયમાં જાહેરાત કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે ટૂંક સમયમાં નવરાત્રી આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. નવરાત્રિમાં મેટ્રો રાત્રે 2 સુધી ચાલુ રાખવામાં આવશે. મેટ્રોના સત્તાવાળા આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરશે. ત્રીજી નવરાત્રિથી મેટ્રો રાત્રે 2 સુધી દોડાવવામાં આવશે. ગત વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 10 પછી મોડી રાત સુધી દર 20 મિનિટે મેટ્રો મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી.

શહેરના એક છેડેથી બીજા છેડે ગરબા રમવા જતાં લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને સલામત રીતે પાછા ફરી શકે તે માટે મેટ્રોની સમય મર્યાદા લંબાવીને રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવશે.

નવરાત્રિના આયોજકો માટે પોલીસ કમિશનરે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, સોસાયટી, પાર્ટી પ્લોટ, ફ્લેટમાં 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વાગતા હશે તો આયોજક સામે કાર્યવાહી કરાશે. જ્યારે પાર્ટી પ્લોટ અને કલબમાં આયોજીત નવરાત્રી માટે સીસીટીવી કેમેરા તથા ફાયર સેફ્ટી માટેના નિયમો પણ આપવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરે પરિપત્રમાં જણાવ્યું છેકે, જેતે પ્લોટ પરની તમામ લોકોની જવાબદારી સંચાલકોની રહેશે. તેમજ કાર્યક્રમના સ્થળે સીસીટીવી ફરજિયાત જોઇશે. જેમાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તા અલગ અલગ રાખવા પડશે.