રિપોર્ટ@અમદાવાદ: મોર્નિંગ વોકમાં નિકળેલા 3 વડીલોના દોરા તૂટ્યા, જાણો સમગ્ર બનાવ

સીસીટીવી ફૂટેજના આધારે ચેન સ્નેચરોની તપાસ શરૂ કરી હોવાના પોલીસ દાવા કરી રહી છે.
 
રિપોર્ટ@અમદાવાદ: મોર્નિંગ વોકમાં નીકળેલા 3 વડીલોના દોરા તૂટ્યા, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચેન સ્નેચરોએ 2 વૃદ્ધા અને 1 વૃદ્ધને ટાર્ગેટ કરી રૂ.3 લાખની કિંમતના સોનાના દોરા તોડી ધૂમ સ્ટાઈલે ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે ચેન સ્નેચરોની તપાસ શરૂ કરી હોવાના પોલીસ દાવા કરી રહી છે. પરંતુ ઉપરાછાપરી બનેલી આ ઘટનાઓથી વૃદ્ધોમાં ફફડાટ ફેલાયો છે.

વસ્ત્રાપુરમાં બંને સ્નેચર બાઈક પર આવ્યા હતા વસ્ત્રાપુર મેનેજમેન્ટ એન્કલેવમાં રહેતા હિમાબહેન શાહ 26મીએ સવારે માનસી ચાર રસ્તાના નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા 2 સ્નેચર રૂ. 55 હજારો દોરો તોડી ભાગી ગયા હતા.

ચાંદખેડામાં ઘર નજીક વૃદ્ધાનો દોરો તોડ્યો ચાંદખેડા મેપલ પરમેશ્વર ફલેટમાં રહેતા વિજયાલક્ષ્મી સિંઘ ઘર નજીકથી ચાલતા જતા હતા ત્યારે ગળામાંથી 40 હજારનો દોરો તોડી ટુવ્હીલર પર આવેલા બે સ્નેચર ભાગી ગયા હતા.

નરોડામાં 2 લાખની રુદ્રાક્ષની માળા લૂંટી નરોડા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા સૂર્યકાંત વ્યાસ સવારે ઘર નજીક સ્વામિનારાયણ મંદિર સામેથી ચાલતા જતા હતા ત્યારે ટુ વ્હીલર પર આવેલા સ્નેચર રૂ.2.10 લાખની રુદ્રાક્ષની માળા લૂંટી ગયા હતા.

હોક બાઈકમાં જે પોલીસ કર્મચારીને ડયુટી ફાળવાતી હતી તેમણે ડ્રેસ પહેરીને સાથે પિસ્ટલ અને વાયરલેસ સેટ ફરજિયાત રાખવાનો હતો. જ્યારે હોક સ્કવોડના પોલીસ કર્મચારીઓને તેમના વિસ્તારમાં આવેલી બેન્ક, આંગડિયા પેઢી, જ્વેલર્સ જેવી જગ્યાઓ પર રાઉન્ડ ધી ક્લોક ક્રોસ પેટ્રોલિંગ કરવા સૂચના અપાઈ હતી.