રિપોર્ટ@અમદાવાદ: મ્યુનિસિપલ કમિશનરે 3 ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 અધિકારીઓને કાઢી મૂકવા હુકમ કર્યો

અમદાવાદ ફાયરના 9 અધિકારીઓની હકાલપટ્ટી
 
રિપોર્ટ@અમદાવાદ: મ્યુનિસિપલ કમિશનરે 3 ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 અધિકારીઓને કાઢી મૂકવા હુકમ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. અમદાવાદ ફાયરબ્રિગેડ વિભાગના 9 અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી. આ તમામે બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હોવાનું સામે આવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરે 3 ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 અધિકારીઓને કાઢી મૂકવા ઓર્ડર કર્યો હતો. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશીપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગ દ્વારા ફાઈનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. જેમાં સંતોષકારક જવાબ ન મળતા આ પગલા લેવામાં આવ્યા.