રિપોર્ટ@અમદાવાદ: ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ક્લિનિકના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

 યુવતીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તેના અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાના કારણે તેણે સાથેની સગાઈ તોડી નાખી હતી.
 
આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.  અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં કામ કરતી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ક્લિનિકના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તેના અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાના કારણે તેણે સાથેની સગાઈ તોડી નાખી હતી. જે અંગે લાગી આવતા યુવતીએ ક્લિનિકમાં આપઘાત કરી લીધો હતો. આ અંગે યુવતીના પરિવારે તેના પૂર્વ મંગેતર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે.

મેઘાણીનગરમાં રહેતી 23 વર્ષીય યુવતી નારણપુરામાં આવેલા એક ક્લિનિકમાં નોકરી કરતી હતી. યુવતીએ વર્ષ 2024માં નાના ચિલોડા ખાતે રહેતા યુવક સાથે સગાઈ કરી હતી. મંગેતરને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાથી યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા બંને પક્ષના લોકો ભેગા થયા હતા. આરોપીનાં પરિવારજનોએ સગાઈ તોડી નાખતા યુવતી ડિપ્રેશનમાં રહેતી હતી. યુવતીને એટલો આઘાત લાગ્યો હતો કે, તેણે પરિવારજનો સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું. ગત સોમવારે તે નારણપુરા ખાતે આવેલા ક્લિનિક પર નોકરીએ ગઈ હતી. માતાને ચિંતા થતી હોવાથી 10 વાગ્યે યુવતીને વોટ્સએપ મેસેજ કરતા તેણે રિપ્લાય આપ્યો નહોતો અને ફોન પણ ઉપાડ્યો નહોતો.

થોડીવાર બાદ ડોક્ટરે યુવતીના પરિવારને બોલાવી લીધા હતા. જ્યાં યુવતી દવાખાનાના એક રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે પહોંચીને તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પૂર્વ મંગેતર પર આક્ષેપ કર્યા હતા. આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો અને તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી રહી હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો. જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપી પૂર્વ મંગેતરની ધરપકડ કરી છે.