રિપોર્ટ@અમદાવાદ: PMJAY યોજનાને લઈ સરકાર દ્વારા નવી SOP જાહેર

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
 
રિપોર્ટ@અમદાવાદ: PMJAY યોજનાને લઈ સરકાર દ્વારા નવી SOP જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

PMJAY યોજનાને લઈ સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઇમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના મુદ્દા નીચે મુજબ છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની ઘટના બાદ રાજ્ય સરકારે PMJAY યોજનાને લઇ નવી SOP જાહેર કરી છે. જેમાં કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની જે દર્દીની સારવાર કરવામાં આવી હોય તેના પરિવારજનોને ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.