રિપોર્ટ@અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે
પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 કલાક સુધીના સ્લોટ માટે 25,000 જ્યારે સાંજે 6થી 12 વાગ્યા સુધીના સ્લોટ માટે 35,000 ચાર્જ નક્કી કરાયો છે.
Jan 10, 2025, 10:07 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે. 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ પ્રિ-વેડિંગ શૂટ માટે ફાળવવામાં આવ્યા છે. પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 કલાક સુધીના સ્લોટ માટે 25,000 જ્યારે સાંજે 6થી 12 વાગ્યા સુધીના સ્લોટ માટે 35,000 ચાર્જ નક્કી કરાયો છે.
10 લોકોને પ્રવેશ આપવામાં આવશે. એક દિવસના વધુમાં વધુ 15 બુકિંગ લેવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મૂવી અને એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે.
જેનો ચાર્જ રૂ. 1 લાખ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ 25 લોકોને પ્રવેશ આપવામાં આવશે અને શૂટિંગ માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. એક દિવસે વધુમાં વધુ પાંચ બુકિંગ લેવામાં આવશે. આ માટે www.ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે.