રિપોર્ટ@અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટને કોમર્શિયલ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે
રિવરફ્રન્ટની ઓળખમાં વધારો થશે
Aug 17, 2024, 08:52 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં કેટલાક ફરવા લાયક સુંદર સ્થળો છે. અમદાવાદની શાન અને ફરવા લાયક સ્થળ એવા સાબરમતી રિવરફ્રન્ટને હવે કોમર્શિયલ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઇન્ટરનેશનલ ફૂડ માર્કેટ, આઇકોનિક યોગા સેન્ટર, ફાઈવ સ્ટાર હોટલ, શોપિંગ મોલ અને હાઈરાઈઝ ઓફિસો સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે.
નેહરુબ્રિજ પાસે આવેલા બીજે પાર્ક સામે ઇન્ટરનેશનલ ફૂડ પાર્ક બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારના ઇન્ટરનેશનલ ફૂડની મજા લોકો માણી શકશે. રિવરફ્રન્ટ પર આવેલા કોમર્શિયલ પ્લોટોના વેચાણ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સૌથી શ્રેષ્ઠ કલ્ચરલ સેન્ટર ઉપરાંત હવે શોપિંગ મોલ અને ફાઇવ સ્ટાર હોટલો ઉભી કરવાથી રિવરફ્રન્ટની ઓળખમાં વધારો થશે.