રિપોર્ટ@અમદાવાદ: SG હાઈવે અને રિંગરોડ પર નબીરાના સીનસપાટા
ક્રાઈમ બ્રાન્ચે બેને દબોચ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલ સોશિયલ મીડિયામાં ગાડીના કાફલા સાથે કેટલા લોકો ફરી રહ્યા હોય તેવો વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કારની પાછળ બીજી કારો જોડાતી જાય છે અને કેટલાક લોકો પોતાના રૂપિયાનો રૂઆબ બતાવવા માટે આ લોકો એક પછી એક કારના કાફલા સાથે જોડાયા હતા. જેમાં કેટલીક જગ્યાના વીડિયો અને દૃશ્ય દેખાય છે.
અમદાવાદનો આ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા આ વાહન ચાલકો અને નબીરાઓને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે બે આરોપીની ધરપકડ કરવમાં આવી છે, જ્યારે બીજાને પણ પકડવા માંટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે ગાડીઓનો કાફલો લઈને નીકળેલા બેફામ નબીરાઓ સામે તપાસ ચાલી રહી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને બીજા આરોપીઓની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આરોપીઓ પોતાનું સ્ટેટસ બતાવવા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવા માટે આ પ્રકારે તાયફો કર્યો હતો.
રાજ્યના પાટનગર ગાંધીનગરના 'આઈકોનિક રોડ' પર 20થી વધુ નબીરાઓ 10થી વધુ ફોર્ય્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લકઝુરિયસ કારના કાફલા સાથે પૂરઝડપે કાર ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોને જોતાં પહેલી નજરે તો કોઈ મંત્રીનો કાફલો જ લાગે, પણ હકીકતમાં આ કાફલો નબીરાઓનો હતો. પાટનગરના રસ્તાઓ પર ધોળે દિવસે જ કાયદાના ધજાગરા ઉડાવી બનાવેલી રીલ્સ વાઈરલ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
સોશિયલ મીડિયામાં ગાંધીનગરના કારના કાફલાની જે રીલ વાઈરલ થઈ હતી એ નબીરાઓએ 23 જૂન 2024ના રોજ બનાવી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર ડીવાયએસપી ડી.ટી. ગોહિલે જણાવ્યું હતું કે રીલ્સ વાઈરલ થયા બાદ એસપીની સૂચના મુજબ તપાસ શરૂ કરી હતી. રીલમાં જે કાર દેખાતી હતી તેના નંબરના આધારે વાહનના માલિકોની ઓળખ મેળવી હતી. આ રીલ્સમાં દેખાતા મોટા ભાગના લોકો ફિરોઝપુર ગામના હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક 7 વાહનના માલિકો સાથે 7 કાર કબજે કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય લોકોની પણ શોધખોળ યથાવત્ છે.
20 જૂને જે બે વીડિયો વાઈરલ થયા હતા. એમાં એક વીડિયોમાં એક કારનો ચાલક 190થી વધુની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો. આ કારના મીટરનો વીડિયો પણ વાઈરલ થયો હતો.
ગાંધીનગરમાં 'આઈકોનિક રોડ' સિવાયનો પણ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં ગાંધીનગરના કરાઈ સાયફન પાસે પાંચ કાર સાથે કેટલાક યુવકોએ ડ્રોનથી વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયોમાં એક કાર વચ્ચે રાખી અન્ય ચાર કારના ચાલક એની ફરતે કાર ચલાવતા હોવાનો વીડિયો બનાવાયો હતો. પોલીસે આ વીડિયોને લઈ પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.