રિપોર્ટ@અમદાવાદ: ટ્રાફિક ભંગના રોજના સરેરાશ 10 હજાર કેસ, રૂ. 13.21 કરોડના દંડની વસૂલાત
20 દિવસ દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગના 2.01 લાખ કેસ કરી રૂ. 13.21 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી છે.
Updated: Mar 21, 2025, 09:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા ખુબજ વધી ગઈ છે. ટ્રાફિક ભંગના રોજના સરેરાશ 10 હજાર કેસ સામે આવતા હોય છે. ગુજરાત હાઇકોર્ટમાં આજે ખરાબ રસ્તો, ટ્રાફિક સમસ્યા અને રખડતાં ઢોરના મુદ્દે કન્ટેમ્પ્ટ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.
ઓથોરિટી તરફથી કરવામાં આવેલા એફિડેવિટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 20 દિવસ દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગના 2.01 લાખ કેસ કરી રૂ. 13.21 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી છે.
હાઇકોર્ટે ઓથોરિટીને જણાવ્યું હતું કે એફિડેવિટ મુજબની કામગીરી ચાલુ રાખવામાં આવે. ફકત અમદાવાદ જ નહીં, બીજાં શહેરોમાં પણ કામગીરી કરવામાં આવે. ટ્રાફિક અને દબાણ દૂર કરવા એક પોલિસી સાથે આવો.