રિપોર્ટ@અમદાવાદ: 2 કલાકના બ્લોકમાં અંડરબ્રિજ તૈયાર કરાયો, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બ્રીજો તૈયાર કરવામાં આવતા હોય છે. અમદાવાદ ડિવિઝનમાં ગાંધીનગર - કલોલ સેક્શનમાં ટિંટોડા - આદરજ ક્રોસિંગ ખાતે રેલવે અંડરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંડરબ્રિજ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પુલિંગ મેથડ દ્વારા ફક્ત 2 કલાકનો બ્લોક લઈ તૈયાર કરવામાં આવ્યો છે.
કોઈ બ્રિજ ફક્ત 2 કલાકના બ્લોકમાં તૈયાર થયો હોય તેવી આ પશ્ચિમ રેલવેમાં પ્રથમ ઘટના છે. અમદાવાદ ડિવિઝનના સિનિયર પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું કે, આ આરયુબી તૈયાર કરવા માટે રેલવે લાઈનની બન્ને બાજુએ જરૂરી કામગીરી પહેલાથી જ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
20 મીટર લંબાઈ ધરાવતા 4.8 મીટર બાય 6 મીટરના 730 મેટ્રિક ટ્રન વજન ધરાવતા બોક્સને ટ્રેકની પાસે ગોઠવી દેવામાં આવ્યો. રેલવે ટ્રેક ખોલીને દૂર કરીને તેની જગ્યાએ કાસ્ટિંગ બોક્સ મૂકીને ટ્રેક ફિટ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ જેસીબીની મદદથી બ્લોકને પુલિંગ મેથડની મદદથી ખેંચી ટ્રેક નીચે લાવવામાં આવ્યો. બોક્સ ગોઠવ્યા બાદ ફરી ટ્રેક બનાવી દેવામાં આવ્યો અને ટ્રેન વ્યવહાર ચાલુ થઈ ગયો હતો